Episode-1 (એક ખ્યાલ) | ( Chapter-1) The Concept | ખ્યાલી મન સ્વપ્ને જગત | The Concept of mind is a dream World | by Lekhananm blog (Vishal Panchal)
॥ શ્રી ગણેશાય નમઃ ॥
वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ ।
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ॥
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ॥
Episode-1
Notice: The ©Content is copyrighted.
નોંધ: આ પુસ્તકનું નામ "ખ્યાલી મન સ્વપ્ને જગત" છે જેને અલગ અલગ પાઠમાં વહેંચવામાં આવ્યું છે તે દરેક પાઠ નું એક અલગ નામ છે જેથી આપ સરળતા થી વાંચન કરી શકો છો. -લેખક
નમસ્કાર મિત્રો,
નમસ્કાર મિત્રો,
અહીંયા આજે આપણે વાત કરશું "એક ખ્યાલ" વિશે, તો સૌ પ્રથમ એ જાણવું જરૂરી છે કે એક ખ્યાલ શું છે? આ ખ્યાલ ને સમજવા માટે ચાલોને આપણે એક ઉદાહરણ લઈએ; જેમ કે દરેક માણસ જીવનમાં વિચારતો હોય છે કે એની પાસે સુખ-સમૃદ્ધિ, ધન જેવી દરેક એ વસ્તુ હોય જે એની જરૂરિયાત છે પણ એ દરેક વસ્તુ પામી શકતો નથી દરેક વસ્તુ આપણા હાથમાં પણ હોતી નથી. હવે દરેક વસ્તુ મેળવી શકાય નહીં માટે એ એની અલગ દુનિયા બનાવવા છે એના મનમાં અને આ દુનિયામાં એ દરેક વસ્તુ કરે છે જે એને જોઈએ છે જે અને જે પામવુ હોય છે, અને આ દુનિયા જ ગજબ હોય છે જ્યાં હાથી પણ હવામાં ઉડી શકે છે અને ચકલા પણ જમીનને હલાવી શકે છે. તો આ તો થયો એ ખ્યાલ જ્યાં દરેક માણસ દરેક વસ્તુ એની દુનિયામાં કરી શકે છે કોઈ પણ ની પરવાનગી વગર.
મતલબ કે "ખ્યાલ" એટલે કે "એક કાલ્પનિક દુનિયા".
મતલબ કે "ખ્યાલ" એટલે કે "એક કાલ્પનિક દુનિયા".
મિત્રો, આ તો વાત થઈ એ ખ્યાલ ની હવે, આ ખ્યાલ કોણ કરે છે? અને કેવી રીતે કરે છે? તે જોઈએ.
#એક બાળક નો ખ્યાલ
બાળક જ્યારે જન્મે છે ત્યારે એ એની મા સિવાય કોઈને ઓળખતું નથી, જેથી તે એની માં ને ખૂબ જ ચાહે છે અને ખુબ જ પસંદ કરે છે અને તે તેને છોડવા માગતું નથી અને તે ખ્યાલ કરે કે 'મારી માં માટે હું બધું છું, મારી માટે મારી માં બધુ જ છે, અને મારી માને હું ખુશ દેખવા માગું છું મારી માં સાથે હું રહેવા માંગુ છું મારી માં સાથે હું સપના સમજાવા માંગુ છું'.
જન્મેલું બાળક હોય કે બાળક એ એક એવું વ્યક્તિત્વ છે કે જે એ સમય દરમિયાન એ એની માં સાથે જ રહેવા માંગતુ હોય છે અને એજ ખ્યાલ કરતું હોય છે કે એ એની માં સાથે રહી શકે. એક નાના બાળક માટે તો એની માં એજ એના ભગવાન.
#એક માં નો ખ્યાલ
માં તો એક એવુ કિરદાર છે આ દુનિયા મા કે દુનિયા ના દરેક રંગમંચ પર એ હંમેશા ખરી ઉતરે છે. એ એના બાળક માટે જેટલું વિચાર કરે છે, એટલો વિચાર તો દુનિયા મા માં સિવાય બીજું કોઇ કરી જ ના શકે. હંમેશા માં માટે તેની કાલ્પનિક દુનિયા મા તેનુ બાળક અને પરીવાર જ મળે બીજું કોઈ ના જળે. તો વિચારો કે આવી અદ્ભૂત કિરદાર નિભાવવાળી માં ની કાલ્પનિક દુનિયા કેવી હશે? માં તેના ખ્યાલ મા વર્ણન કરે છે કે "મારું બાળક એ એક એવી જીવનશૈલી જીવે; જે અમે નથી જીવ્યા, એટલો આગળ વધે કે મારે (માં ને) એને જોવા માટે ઊંચું થઉ પડે, અને મને એટલો પ્રેમ કરે કે એ અમારી કપરી અવસ્થા માં પણ અમારી સાથે હોય અને ઘડપણ મા પણ" માં માટે મા માટે તેનું સાચું જીવન હોય કે કાલ્પનિક દુનિયા હંમેશા બાળકનું સ્થાન સૌપ્રથમ જ રહેશે.
#એક પિતા નો ખ્યાલ
પિતા એક એવી હસ્તી છે ને સાહેબ, જે પોતાના માટે કદી જીવતો નથી. તે હંમેશા સંબંધો માટે, તેના પરિવાર માટે, અને તેઓ ની ખુશીઓ માટે, લોકોના વ્યવહાર માટે જ એ જીવતો હોય છે એ પોતાના માટે કંઈ કરવા માગતો હોવા છતાં એ બીજાના માટે જ કંઈક કરતો હોય છે.
પિતા તેમના ખ્યાલના વર્ણનમાં કહે છે કે "દરેક પુરુષ એમ ઇચ્છે છે કે તે પિતા બને, દરેક પુરુષ એમ ઇચ્છે છે કે એનો કોઈ વારસદાર હોય, દરેક પુરુષ એમ ઈચ્છે છે કે એની મિલકતનો કોઈ માલિક બને, માટે તે એના બાળકને ખૂબ જ વ્હાલ કરે છે અને એની દરેક ઈચ્છા પૂરી કરવા માંગે છે તેના પરિવારને સુખી રાખવા માંગે છે".
જ્યારે એ એના હાડકા ઘસીને મહેનત કરીને એના બાળક માટે મિલકત ઊભી કરે છે એના પરિવાર માટે મિલકત ઊભી કરે છે, એના મિત્રો સગા સંબંધીઓ જોડે સારા સંબંધો રાખે છે, કેમ? કારણકે, મિલકત ખાલી રુપિયા નથી હોતી સાહેબ, ઈજ્જત પણ એક મિલકત હોય છે, જે મિલકત દેખાતી તો નથી પણ જ્યારે અનુભવ થાય છે અને ત્યારે ખબર પડે છે.
પિતા એના બાળકને દરેક એ વસ્તુ શીખવા માંગતો હોય છે, જે એ શીખ્યો હોય છે, જ્યાં એને ખૂબ જ અનુભવ થયો હોય છે. કારણકે, એ એમ નથી ઈચ્છતો કે એને જે કાંઈ સહન કર્યું છે તે એના દિકરા ને પણ સહન કરવું પડે.
પિતા તો પિતા છે સાહેબ, એમના જોટે આવવા જીગર જોઈએ એટલુ કે, જીવ કરતા પણ વહાલી દિકરી નુ કન્યાદાન કરવું પડે. સલામ છે દુનિયા ના દરેક બાપ ને.
નોંધ: મિત્રો, આ પાઠ અમે અધૂરો રાખ્યો છે, જો આપ અહીંયા ઈચ્છતા તો "એક મિત્ર નો ખ્યાલ", "એક ભાઇ નો ખ્યાલ" અને "એક દિકરી ની કાલ્પનિક દુનિયા" વિષે પણ થોડું ઘણું ઉમેરીએ. આપણો અભિપ્રાય જણાવવા કોમેન્ટ કરો.
આભાર.
Www.lekhanamm.blogspot.com હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને કરાવો. |
Comments
Post a Comment