Episode-1 (એક ખ્યાલ) | ( Chapter-1) The Concept | ખ્યાલી મન સ્વપ્ને જગત | The Concept of mind is a dream World | by Lekhananm blog (Vishal Panchal)
॥ શ્રી ગણેશાય નમઃ ॥ वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ । निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ॥ Episode-1 Notice: The © Content is copyrighted. નોંધ: આ પુસ્તકનું નામ "ખ્યાલી મન સ્વપ્ને જગત" છે જેને અલગ અલગ પાઠમાં વહેંચવામાં આવ્યું છે તે દરેક પાઠ નું એક અલગ નામ છે જેથી આપ સરળતા થી વાંચન કરી શકો છો. -લેખક નમસ્કાર મિત્રો, અહીંયા આજે આપણે વાત કરશું "એક ખ્યાલ" વિશે, તો સૌ પ્રથમ એ જાણવું જરૂરી છે કે એક ખ્યાલ શું છે? આ ખ્યાલ ને સમજવા માટે ચાલોને આપણે એક ઉદાહરણ લઈએ; જેમ કે દરેક માણસ જીવનમાં વિચારતો હોય છે કે એની પાસે સુખ-સમૃદ્ધિ, ધન જેવી દરેક એ વસ્તુ હોય જે એની જરૂરિયાત છે પણ એ દરેક વસ્તુ પામી શકતો નથી દરેક વસ્તુ આપણા હાથમાં પણ હોતી નથી. હવે દરેક વસ્તુ મેળવી શકાય નહીં માટે એ એની અલગ દુનિયા બનાવવા છે એના મનમાં અને આ દુનિયામાં એ દરેક વસ્તુ કરે છે જે એને જોઈએ છે જે અને જે પામવુ હોય છે, અને આ દુનિયા જ ગજબ હોય છે જ્યાં હાથી પણ હવામાં ઉડી શકે છે અને ચકલા પણ જમીનને હલાવી શકે છે. તો આ તો થયો એ ખ્યાલ જ્યાં ...